“મનુષ્યને અમૂલ્ય રત્નોથી સમૃદ્ધ એક ખાણ સમાન સમજો. માત્ર કેળવણી જ તેનો ખજાનો પ્રગટ કરવાનું, અને તેમાંથી લાભ પ્રાપ્ત કરવા માનવજાતિને સમર્થ બનાવવાનું કારણ બની શકે છે.”

બહાઉલ્લાહ

મનુષ્ય જીવનની કુલીનતામાં દ્રઢ વિશ્વાસને કારણે બહાઈઓ માને છે કે સમાજની સુધારણા માટે વ્યક્તિની ક્ષમતાઓ તથા ગુણોનો પદ્ધતિસર તથા સાતત્યપૂર્ણ વિકાસ આવશ્યક છે. શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિની સુષુપ્ત શક્તિઓનો સમાજના ઉદ્ધાર માટે ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. એટલે સાચી સમૃદ્ધિમાં ફાળો આપવા માટે શિક્ષણે માનવ જીવનના આધ્યાત્મિક તેમ જ ભૌતિક -બંને પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ.

બહાઈઓ જે સમુદાય નિર્માણની પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે તેના કેન્દ્રમાં એવા શૈક્ષણિક કાર્યક્રમો છે જેનો ઉદ્દેશ જનહિતની જીવનભરની સેવા માટે વ્યક્તિની આધ્યાત્મિક તથા બૌદ્ધિક ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે.

બાળકો
બાળકોના આધ્યાત્મિક ગુણો અને માન્યતાઓ, આદતો અને આચરણની પ્રણાલીનો વિકાસ ઉપર કેન્દ્રિત એવી વિભિન વ્યવસ્થામાં યોજાઈ રહેલા બાળકોની આધ્યાત્મિક કેળવણી માટેના વર્ગો એક વ્યક્તિને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.

કિશોરો
દેશભરમાં કિશોરો એવા કાર્યક્રમમાં જૂથોમાં ભાગ લઈ રહ્યા છે જે તેમને નિર્ણયો લેવા માટે જરૂરી આધ્યાત્મિક અંતર્દ્રષ્ટિ તથા નૈતિક માળખાનો વિકાસ કરવામાં સહાય કરે છે. તેઓ અભિવ્યક્તની શક્તિનો વિકાસ કરે છે અને તેમની વિપુલ શક્તિઓને તેમના સમુદાયોની સેવા તરફ દોરવણી આપે છે.

યુવાનો અને વયસ્કો
એક વિકેન્દ્રિત શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા યુવાનો તથા વયસ્કો, ગામડાંઓ તથા શહેરોના પાડોશ-વિસ્તારોમાં, સમાજ-સેવા અર્થે તેમની બૌદ્ધિક, નૈતિક, આધ્યાત્મિક અને વ્યવહારુ ક્ષમતાઓનો વિકાસ કરી રહ્યા છે.