“...તે પરમેશ્વરનું ચિહ્ન છે, ચુનીંદા શાખા છે, પરમેશ્વરના ધર્મના સંરક્ષક છે,... તેમની તરફ પરમેશ્વરના પ્રિયજનોએ વળવું જોઈએ. તે પરમેશ્વરના શબ્દોના વિવરણકર્તા છે.”



અબ્દુલ બહા

તેમનું પ્રગટીકરણ એક સંગઠિત વિશ્વનો તેનો ઉદ્દેશ હાંસલ કરે તે સુનિશ્ચિત કરવા માટે અને બહાઈ સમુદાયની એકતાની સુરક્ષા માટે બહાઉલ્લાહે તેમના જ્યેષ્ઠ પુત્ર અબ્દુલબહાની સંવિધાનું કેન્દ્ર તરીકે નિમણૂક કરી હતી અને વિશ્વ ન્યાય મંદિરની સ્થાપનાનો આદેશ આપ્યો હતો. તેના સંદર્ભમાં અબ્દુલબહાએ વિશ્વ ન્યાય મંદિરની સ્થાપના માટે સિદ્ધાંતોની સ્થાપના કરી અને સ્પષ્ટ કર્યું કે તેમના સ્વર્ગવાસ પછી, બહાઈઓએ તેમના પોત્ર શોધી એફેન્દી તરફ વળવું જોઈએ, જેની તેમણે બહાઈ ધર્મના સંરક્ષક તરીકે નિમણૂક કરી હતી.

શોઘી એફેન્દી તેમ જ વિશ્વ ન્યાય મંદિરને બહાઈ ધર્મના સિદ્ધાતોને અમલમાં મૂકવાની, તેના કાયદાઓની જાહેરાત પ્રસિદ્ધ કરવાની, તેની સંસ્થાઓનું સંરક્ષણ કરવાની અને સદા વિકસિત સમાજની જરૂરીયાતો અનુસાર બહાઈ ધર્મનો અમલ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.

36 વર્ષ સુંધી શોઘી એફેન્દીએ અસાધારણ દીર્ઘદ્રષ્ટિ, વિવેક અને ભક્તિથી પધ્ધતિસર તેની કાળજી રાખી અને તેનો વિકાસ કર્યો, અને સમસ્ત માનવજાતની વિવિધતા પ્રગટ કરવા માટે જેમ જેમ બહાઈ સમુદાયનો સતત વિકાસ થતો ગયો તેમ તેમ તેની એકતાની સમજની ગહનતામાં વધારો કર્યો અને તેની સમજને દ્રઢ કરી.

સમુદાયના કાર્યોના સંચાલન માટે બહાઉલ્લાહ દ્વારા નિર્ધારિત અજોડ વિશ્વ-વ્યવસ્થાનો શોઘી એફેન્દીના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં તીવ્ર ગતિએ વિકાસ થયો. તેમણે બહાઈ પવિત્ર લખાણોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું, પવિત્ર ભૂમિમાં બહાઈ ધર્મના આધ્યાત્મિક અને વહીવટી કેન્દ્રનો વિકાસ કર્યો, અને હજારો પત્રોમાં તેમણે માનવ-સંસ્કૃતિના આધ્યાત્મિક પાસાઓ વિષે તેમ જ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા વિષે ગૂઢ અંતર્દ્રષ્ટિઓ પ્રદાન કરી, કે તે માનવજાતિ જે ભવ્ય ભવિષ્ય તરફ પ્રયાણ કરી રહી છે તેનું એક અદ્ભૂત ચિત્ર અનાવૃત્ત કરે છે.

Exploring this topic:

The Life and Work of Shoghi Effendi

Guidance and Translations

Shoghi Effendi’s Passing

Quotations

Articles and Resources