“દરેક અંત:દ્રષ્ટિ સંપન્ન અને સમજદાર મનુષ્ય માટે અનિવાર્ય છે કે, તે જે કઈ લિખિત છે તેને વાસ્તવિકતા અને કાર્યમાં રૂપાંતરિત કરવા માટે પ્રયત્ન કરે.... આજના યુગમાં ખરેખરો મનુષ્ય તે છે જે સમસ્ત માનવજાતિની સેવા માટે પોતાની જાતને સમર્પિત કકી દે છે.”બહાઉલ્લાહ

કોઈપણ પાડોશ-વિસ્તાર કે ગામડામાં જ્યારે સમુદાય-નિર્માણની પ્રક્રિયાનો વિકાસ થાય છે ત્યારે આ પ્રક્રિયાના સહભાગીઓ સ્વાભાવિકપણે જ તે સમુદાયના સામાજિક તથા ભૌતિક પાસાંઓ સાથે વધારે ને વધારે ગાઢપણે સંપર્કમાં આવે છે. બહાઈ ધર્મના આધ્યાત્મિક શિક્ષણોમાં તેમને વિવિધ અંત:ર્દ્રષ્ટિઓ અને સિદ્ધાંતો મળે છે જે તેઓ સામાજિક જીવનના વિવિધ પાસાંઓમાં ઉતારે છે, જેમ કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતામાં અભિવૃધ્ધિ કરવી, પર્યાવરણ, સ્વાસ્થ્ય, કૃષિ અને શિક્ષણ, વગેરે. જ્યારે આ પાસાંઓ વિષેની સભાનતા જાગૃત થાય છે ત્યારે અભ્યાસ વર્તુળ, કિશોર જૂથો અને સામુહિક પ્રાર્થના સભાઓના સહભાગી મિત્રો પોતાના સમુદાયોના સુધાર માટે કાર્યો કરવાની શરૂઆત કરે છે. અનૌપચારિક કાર્યો અને સેવા-યોજનાઓ કેટલીક વાર વિકાસ પામીને વધારે સ્થાયી પ્રક્રિયાઓ, જેમ કે ટ્યૂશન વર્ગો અથવા સામુદાયિક શાળાઓમાં પરિણમે છે. આમાંની કેટલીક, સમય જતાં, વધારે વિકસિત થઈને જટિલ વિકાસ સંસ્થાઓ અને વિશાળ વિદ્યાલયોમાં પરિણમી છે.

સામાજિક કાર્યના આ વિવિધ પ્રયત્નો તેમનાં કાર્યક્ષેત્રો તથા જટિલતાના સ્તરોમાં અનેકવિધ હોવા છતાંયે, તે બધામાં કેટલીક બાબતો સમાન હોય છે જેમકે– માનવજાતિનો આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ કરવાની એક દીર્ઘદ્રષ્ટિ, માનવજાતિના એકત્વ અને ન્યાયનો સિધ્ધાંતમાં વિશ્વાસ, પોતાના સમુદાયના વિકાસ માટે જ્ઞાનનું સર્જન અને અમલ કરવાની પ્રક્રિયામાં સહભાગી થવાની લોકોની ક્ષમતાનું નિર્માણ કરવાનું લક્ષ, તથા પરામર્શ, અભ્યાસ, ક્રિયા અને ચિંતનના ચક્રો અનુસાર કાર્યમાં શીખવાની પ્રક્રિયા દ્વારા વિશિષ્ટ અભિગમ, વગેરે.

Scroll Up