“યુવાનીનો સમયગાળો શક્તિ અને જોમથી વિશિષ્ટ હોય છે અને તે મનુષ્ય-જીવનનો સૌથી ઉત્કૃષ્ટ સમય ગાળો છે. એટલે તમારે દિવસ-રાત પ્રયત્ન કરવા જોઈએ કે જેથી તમે સ્વર્ગીય શક્તિથી પ્રદીપ્ત થઈ શકો, તેજસ્વી હેતુઓથી પ્રેરિત થઈ શકો તથા પરમેશ્વરની દિવ્ય શક્તિ, સ્વર્ગીય કૃપા અને પુષ્ટિની સહાયતા પ્રાપ્ત કરી શકો.."



અબ્દુલ બહા

બહાઈ સમુદાય યુવાનીના સમયગાળાને એક વ્યક્તિના જીવનના એક વિશિષ્ટ ગાળો તરીકે સ્વીકાર કરે છે જે સંભવતઃ મનુષ્ય જીવનનો વસંતકાળ છે. જો યુવાનોની ઊભરતી બૌદ્ધિક, આધ્યાત્મિક અને શારીરિક ક્ષમતાઓને જીવનના આ ગાળા દરમ્યાન સમાજિક પરિવર્તન તરફ દોરવણી આપવામાં આવે તો, સમુદાયો તેમ જ યુવાનો પોતે તેમની સાચી નિહિત શક્તિઓને ફળીભૂત કરશે. 11 થી 14 વર્ષના ગાળા દરમ્યાન યુવાનો બાળપણમાંથી નીકળીને પરિપક્વતા તરફ પ્રગતિ કરે છે, અને આ ગાળા દરમ્યાન તેમને એક ખાસ પ્રકારની તૈયારીની જરૂર હોય છે. આ ગાળાના યુવાનો, જેમને 'કિશોરો' તરીકે યાઓળખવામાં આવે છે, તેમનામાં અનેક નવા પ્રશ્ન અને આકાંક્ષાઓ હોય છે. આ વયજૂથને સમસ્યારૂપ અને નકારાત્મક રીતે ચિત્રવામાં આવે છે ત્યારે, આ કિશોર કાર્યક્રમ કિશોરોની આત્મસમર્પણની ભાવના, શિખવાની ઉત્સુકતા, ન્યાયની સૂઝ અને વિશ્વના વિકાસ માટે કામ કરવાનો ઉત્સાહ જેવી આ વીજુથની સુષુપ્ત શક્તિઓની સમજ ઉપર આધારિત છે. કસોટીઓ અને શક્યતાઓથી સભર આ ઉમરમાં કિશોરોને માર્ગદર્શિત કરવા માટે બહાઈ સમુદાય વિશ્વભરમાં આ અભ્યાસક્રમ પર આધારિત વર્ગો ચલાવી રહ્યો છે.

આ કાર્યક્રમના ભાગરૂપે 15 વર્ષથી મોટી વયના યુવાનોને અનુપ્રેરકો તરિકે સેવા આપવા માટે તાલીમ અપાય છે, જેઓ તેમના પોતાના વિસ્તારોમાં કિશોરના નાના જૂથોને સંગાથ આપે છે. તેમના અનુપ્રેરકોની સહાયતાથી આ કિશોરો તેમનાં મનમાં ઉદભવતા ગહન પ્રશ્નો વિષે ચર્ચા-વિચારણા કરે છે. તેઓ એવા સાહિત્યનો અભ્યાસ કરે છે જે તેમને આધ્યાત્મિક બોધનો વિકાસ કરવા અને નિર્ણય ઘડતર માટેની રૂપરેખાનો વિકાસ કરવામાં તેમની સહાયતા કરે છે. આ સાહિત્ય તેમને તેમની અભિવ્યક્તિની શક્તિનો વિકાસ કરવા, તેમ જ તેમની વિપુલ ઊર્જાઓને તેમના સમુદાયોની સેવા તરફ સંચાલિત કરવામાં મદદ કરે છે. વાસ્તવિક્તાનું વિશ્લેષણ અંતર્ગત આ કાર્યક્રમ સમાજમાં ગતિમાન રચનાત્મક અને વિનાશક પરિબળોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. તેમની જાતને સકારાત્મક બદલાવ લાવવાના પ્રયત્નો સાથે સુસંગત કરતાં આ કાર્યક્રમ તેમને કુલિન માનવી તરીકેની તેમની સાચી ઓળખને છીનવી લેતાં બળોનો સામનો કરવાની ક્ષમતા આપે છે. આજે ભારતભરમાં અનુપ્રેરકો તરિકે સેવા આપવા સ્વેચ્છાએ તૈયાર થતાં હજારો યુવાનોની મદદથી લાખો કિશોરો આવા જૂથોમાં ભાગ લઈ રહ્યા છે.