bahai india banner universal house of justice

વિશ્વ ન્યાય મંદિર

“પરમેશ્વરના ન્યાય મંદિરના સદસ્યોને લોકોના કામકાજની જવાબદારી સોંપાઈ છે. તેઓ ખરેખર જ પરમેશ્વરના સેવકોમાં તેના ન્યાસધારી તથા તેનાં રાષ્ટ્રોમાં સત્તાના સુપ્રભાત છે.”

- બહાઉલ્લાહ

વિશ્વ ન્યાય મંદિર બહાઈ ધર્મની આંતરરાષ્ટ્રીય વહીવટી પરિષદ છે. બહાઉલ્લાહે તેની સ્થાપનાનો આદેશ તેમના કાયદાઓના ગ્રંથ કિતાબ-એ-અકદસમાં કર્યો હતો.

વિશ્વ ન્યાય મંદિર નવ સદસ્યોની એક સંસ્થા છે, દર પાંચ વર્ષે વિશ્વની બધી રાષ્ટ્રીય બહાઈ આધ્યાત્મિક સભાઓના સદસ્યો દ્વારા તેની ચૂંટણી કરવામાં આવે છે. બહાઉલ્લાહે તેમના કાયદાના ગ્રંથમાં વિશ્વ ન્યાય મંદિરને માનવજાતિનું કલ્યાણ ઉપર સકારાત્મક પ્રભાવ પાડવાનો, શિક્ષણ, શાંતિ અને વિશ્વ સમૃધ્ધિમાં અભિવૃધ્ધિ કરવાનો, તથા માનવ સન્માન અને ધર્મના સ્થાનનું સંરક્ષણ કરવા માટે વિશ્વ ન્યાય મંદિરને દિવ્ય સત્તા પ્રદાન કરી છે. તેને સતત વિકસતા સમાજની જરૂરીયાતો અનુસાર બહાઈ શિક્ષણોને લાગુ કરવાની અને બહાઈ ધર્મના પવિત્ર લખાણોમાં જે બાબતો વિષે સ્પષ્ટતા નથી તે વિષે કાયદા ઘડવાની સત્તા આપી છે.

૧૯૬૩માં તેની પહેલી ચૂંટણી થઈ ત્યારથી, વિશ્વ ન્યાય મંદિરે વિશ્વવ્યાપી બહાઈ સમુદાયને એક સમૃદ્ધ વિશ્વ સંસ્કૃતિના નિર્માણમાં સહભાગી બનવા માટેની ક્ષમતાઓનો વિકાસ કરવા માટે માર્ગદર્શન આપ્યું છે. વિશ્વ ન્યાય મંદિરનું માર્ગદર્શન વિશ્વશાંતિના સાક્ષાત્કારના બહાઉલ્લાહના સ્વપ્નને સાકર કરવાનું શીખી રહેલા બહાઈ સમુદાયમાં વિચારો અને કાર્યોની એકતા જાળવે છે.

Exploring this topic: