bahai india banner youth adults

યુવાનો અને વયસ્કો

“માનવીનું ગૌરવ સેવા અને સદગુણોમાં રહેલું છે અને નહિ કે ધન અને સંપતિના પ્રદર્શનમાં..”

- બહાઉલ્લાહ

બહાઈ સમુદાયે વિશ્વભરમાં જે વિવિધ પ્રવૃત્તિઓની પહેલ કરી છે તેના કેન્દ્રમાં છે એક વિકેન્દ્રિત શૈક્ષણિક પ્રક્રિયા જે યુવાનો તથા વયસ્કોમાં એવી ક્ષમતાઓનો વિકાસ કરે છે કે જેના દ્વારા તેઓ એક ચેતનવંતા અને સમૃદ્ધ સામુદાયિક જીવનના નિર્માણ માટે આવશ્યક કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓનો પ્રારંભ કરી શકે. આ શૈક્ષણિક પ્રક્રિયા ‘અભ્યાસ વર્તુળ’ના નામે ઓળખાતા નાના અનોપચારીક જૂથો દ્વારા સંચાલિત છે. આ અભ્યાસ વર્તુળનો અભ્યાસક્રમ પરમેશ્વરના શબ્દો પર આધારિત છે, અને તેનો ઉદ્દેશ બધી પૃષ્ઠભૂમિના લોકોની આધ્યાત્મિક, બૌદ્ધિક, નૈતિક અને વ્યવહારુ ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. તેમાં પાઠ્યક્રમોની એવી શ્રેણીનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ સમુદાયની સેવાના વિભિન્ન કાર્યો, જેમ કે બાળકો માટે નૈતિક શિક્ષણના વર્ગો ચલાવવા, ભક્તિ સભાઓનું આયોજન કરવું, કિશોરોના અનુપ્રેરક બનવું, અભ્યાસ વર્તુળના ટ્યુટર બનવું, વગેરે માટેની ક્ષમતાઓનું નિર્માણ કરે છે.

આ પ્રક્રિયા જેને તાલીમ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા સંચાલિત પાઠ્યક્રમોમાં જેઓ આગળ વધી રહ્યા છે તેઓ સાથે મળીને, સેવાના એવા એક માર્ગ પર ચાલે છે જે સંઘટિત અને છતાંયે લવચીક છે. આ પ્રક્રિયા હજારો લોકોને ઈશ્વરના શબ્દ પર, અને પોતાના જીવન અને સમાજ પર અને તેના અંતર્નિહિત અર્થો વિષે ગહન રીતે ચિંતન કરવાની, તેમ જ તેમના સમુદાયોની સુધારણા માટે તેમની શીખને અમલમાં મૂકવાની ક્ષમતા આપે છે.