bahai india banner sharing bahai beliefs

બહાઈ માન્યતાઓની આપ-લે કરવી

“સ્વર્ગ તથા પૃથ્વી પર છે તે બધાનું મેં તારે માટે સર્જન કર્યું છે, સિવાય કે માનવ હ્રદય, જેને મેં મારા સૌંદર્ય અને કીર્તિનું નિવાસસ્થાન બનાવ્યું છે.”

- બહાઉલ્લાહ

સમય પસાર થતાં વધારે ને વધારે લોકો બહાઉલ્લાહનાં શિક્ષણોમાંથી એક બહેતર વિશ્વની બાધ્યકારી દીર્ઘદ્રષ્ટિ અને સિધ્ધાંતોમાંથી ગહન અંત:દ્રષ્ટિ પ્રાપ્ત કરી રહ્યા છે જેણે તેને સાકાર કરવાનો ઉદ્દેશ ધરાવતા પ્રયત્નોને માર્ગદર્શન આપવું જોઈએ. આમ કરતાં તેઓ માનવ-સ્વભાવ, માનવજાતિનું પરમેશ્વર દ્વારા માર્ગદર્શન, માનવ-જીવનાનો ઉદ્દેશ, મૃત્યુ બાદ આત્માનું જીવન, અને વ્યક્તિગત તથા સામુહિક ભક્તિમય-જીવન વિષેના બહાઈ શિક્ષણોનું વિશ્લેષણ કરે છે. અને નિ:શક, તેઓ બહાઈ શાસ્ત્રો તથા કાયદાઓ, અને વહીવટી સિદ્ધાંતોના સંપર્કમાં પણ આવે છે. આ સિદ્ધાંતો તથા શિક્ષણોનો સ્વીકાર કરીને તેઓ એક સક્રિય સામુદાયિક જીવનમાં ભાગ લેતા થાય છે જે બહાઉલ્લાહનાં શિક્ષણોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે સમર્પિત છે. બહાઈઓ તેમની ધાર્મિક આસ્થાની બીજા સાથે આપ-લે કરવા ઇચ્છે તે સ્વાભાવિક છે, અને જો કોઈ વ્યક્તિના હ્રદયમાં શ્રદ્ધાનો તણખો ઉદભવે તો તેને બહાઈ સમુદાયનો સક્રિય સદસ્ય બનવા માટે આમંત્રિત છે, કે જેથી તે તેના સતત વિકાસ અને સઘનતા માટે તેનું યોગદાન આપી શકે. પરંતુ આ સ્વીકાર માટે ધર્માંતર, ધર્મબદલ, વગેરે શબ્દ લાગુ નથી પડતા, કારણકે બહાઈ ધર્મમાં ધર્માંતરણ પર પ્રતિબંધ છે.

આ દ્રષ્ટિકોણથી જોતાં, જ્યારે કોઈ બહાઈ પોતાની માન્યતાઓની બીજાંઓ સાથે આપ-લે કરે છે ત્યારે તેનું ધ્યેય સામેની વ્યક્તિને ખાતરી કરાવવાનું કે પોતાનો દ્રષ્ટિબિંદુ સાબિત કરવાનું હોતું નથી. તેનું ધ્યેય હોય છે એક સંનિષ્ઠ ઇચ્છા – જીવનના મૂળભૂત પ્રશ્નો વિષે અર્થપૂર્ણ વાર્તાલાપ કરવાની, સત્યની શોધ કરવાની, અને ખોટા ખ્યાલો દૂર કરવાની હોય છે. બહાઉલ્લાહે કહ્યું છે, “જો તમે કોઈ એક રત્ન (સત્ય) ધરાવો છો જેનાથી બીજાં વંચિત હોય, તો તેની એક અત્યંત ભલમનસાઈ અને શુભેચ્છાભરી ભાષામાં તેમની સાથે આપ-લે કરો. જો તેને સ્વીકારાય, જો તેનો હેતુ સફળ થાય, તો તમારું ધ્યેય સિદ્ધ થશે. જો કોઈ તેનો અસ્વીકાર કરે, તો એને એના પોતાના પર છોડી દો અને એને માર્ગદર્શિત કરવાની પરમેશ્વરને યાચના કરો.” – બહાઉલ્લાહ

પણ માત્ર માન્યતાઓ અભિવ્યક્ત જ, બહેતર વિશ્વના નિર્માણ માટે પૂરતું નથી – તેના માટે કેન્દ્રિત કાર્યો પણ જરૂરી છે. બહાઉલ્લાહે લખ્યું છેઃ “પ્રત્યેક વિચક્ષણ અને સમજદાર મનુષ્ય માટે આવશ્યક છે કે જે કંઈપણ લખાયું છે તેનું વાસ્તવિકતા તથા કાર્યમાં પરિવર્તન કરવા માટે તે પ્રયત્ન કરે.”