વીસમી સદીની શરૂઆતના વર્ષોમાં, બહાઉલ્લાહના જ્યેષ્ઠ પુત્ર અબ્દુલબહા બહાઈ ધર્મના અગ્રણી સમર્થક હતા, સામાજિક ન્યાયના સમર્થક અને આંતરરાષ્ટ્રીય શાંતિના દુત તરીકે વિખ્યાત હતા.
ભૂતકાળના ધર્મો સંસ્થાપકોના સ્વર્ગવાસ પછી તેમના ધર્મો જે રીતે અનેક સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયા હતા તે દશા બહાઈ ધર્મની પણ ન થઈ જાય એ માટે આવશ્યક સાધન બહાઉલ્લાહે સંસ્થાપિત કર્યા છે. તેમના લખાણોમાં તેમણે તેમના બધા અનુયાયીઓને આદેશ કર્યો હતો કે તેઓ અબ્દુલબહા તરફ ઉન્મુખ થાય – ન કેવળ બહાઈ ધર્મના અધિકૃત અર્થઘટક તરિકે, પણ બહાઈ ધર્મના સિદ્ધાંતોના પરિપૂર્ણ ઉદાહરણ તરિકે પણ.
બહાઉલ્લાહના સ્વર્ગવાસ પછી અબ્દુલ બહાનું અસાધારણ ચરિત્ર, તેમનું જ્ઞાન, અને તેમની માનવજાતિની સેવા, આ બધાએ બહાઉલ્લાહના સિદ્ધાંતોના અમલીકરણનું એક વિલક્ષણ દ્રષ્ટાંત દર્શાવ્યું, અને તેમના જીવનને કારણે વિશ્વભરમાં તીવ્ર જડપે ફેલાઈ રહેલા બહાઈ સમુદાયને ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ.
અબ્દુલબહાએ તેમનું જીવન તેમના પિતાના ધર્મનો પ્રસાર કરવામાં અને શાંતિ તથા એકતાના આદર્શોનો વિકાસ કરવામાં સમર્પિત કર્યું. તેમણે સ્થાનિક બહાઈ સંસ્થાઓની સ્થાપના કરવા માટે પ્રોત્સાહન આપ્યું, અને નવીનતમ શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક વિકાસ-કાર્યોની પહેલોનું માર્ગદર્શન કર્યું. ચાળીસ વર્ષ કારાવાસમાં ગુજાર્યા બાદ તેમણે ઈજિપ્ત, યુરોપ અને ઉત્તર અમેરિકાનો પ્રવાસ કર્યો. બહાઉલ્લાહના આધ્યાત્મિક અને સામાજિક નવનિર્માણ વિષયક ઉપદેશોને તેમણે એક સરળ ભાષામાં સમાજના બધા વર્ગના લોકો સમક્ષ પ્રસ્તુત કર્યા.
Exploring this topic:
- The Life of ‘Abdu’l-Bahá
- The Significance of ‘Abdu’l-Bahá
- The Development of the Bahá’í Community in the time of ‘Abdu’l-Bahá
- Quotations
- Articles and Resources