bahai india banner community building

સમુદાય નિર્માણ

“અને બહાઉલ્લાના શિક્ષણોમાંનું એક શિક્ષણ આ છે કે યદ્યપિ ભૌતિક સંસ્કૃતિ માનવજગતની પ્રગતિનું એક સાધન છે, પરંતુ જ્યાં સુધી તે દિવ્ય સંસ્કૃતિ સાથે સંકળાશે નહીં ત્યાં સુધી માનવજાતિનું સુખ, જે ઇચ્છિત લક્ષ્ય છે, તે પ્રાપ્ત નહીં થાય.”

- અબ્દુલ-બહા

વિશ્વભરમાં બહાઉલ્લાહના એક નૂતન વિશ્વના સ્વપ્ન દ્વારા જે લોકો સ્ફૂરિત થયા છે તેઓ આધ્યાતમિક તેમ જ ભૌતિક પાસાંઓમાં સમૃદ્ધ એવા સમુદાયોનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓ તથા યોજનાઓમાં ભાગ લઈ રહ્યા છે. આવા સમુદાયોના નિર્માણમાં ભાગીદાર બનનાર વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમુદાયોની ક્ષમતાઓમાં અનેકગણી વૃદ્ધિ આવશ્યક નીવડશે. આજે ભારતભરના સ્થાનિક બહાઈ સમુદાયોમાં આ ક્ષમતાઓનો વિકાસ એવી પ્રવૃત્તિઓ તથા યોજનાઓ દ્વારા થઈ રહ્યો છે જે પ્રાર્થના અને સેવારૂપી ધરીની આજુબાજુ પરિભ્રમણ કરે છે.

બહાઈ શિક્ષણોમાંથી અંત:દ્રષ્ટિની બીજાંઓ સાથે આપ–લે કરીને, સામૂહિક ઉપાસના, યુવાનોનું સશક્તિકરણ અને મિત્રોના સમૂહોને પરમેશ્વરના શબ્દોનો અભ્યાસ કરવા માટેના અવસરોનું નિર્માણ કરીને, સહભાગીઓ તે શબ્દોને વિશ્વના હિત માટે અમલમાં મૂકીને, સહભાગીઓ સમુદાય નિર્માણની એવી પ્રક્રિયાઓમાં યોગદાન આપી રહ્યા છે જેમાં ઉપાસનાના કાર્યો અને અને જનહિતમાં વધારો કરતાં પ્રયત્નો એકબીજા સાથે વણાયેલાં હોય.